ગામડાની રહેણી પર આ કપલે કરાવ્યું પ્રી વેડિંગ ફોટોશૂટ, ચારે બાજુ થઈ રહ્યા છે વખાણ

આજકાલ દુનિયામાં એક અલગ જ ટ્રેન ચાલુ થયો છે. જે મેરેજ ટાઈમનો છે જે મેરેજ પહેલા પ્રી-વેડિંગ શૂટિંગ કરવામાં આવે છે. આજે બધા જ લોકો મેરેજ માટે પ્રી-વેડિંગ શૂટ કરાવે છે. આ પ્રકારનો એક નવો ટ્રેન ચાલુ થયો છે. હવે પાછો અલગથી બીજો ખર્ચો થાય છે કે લગ્નના પ્રી-વેડિંગ એક લાખથી સ્ટાર્ટ થાય છે. લોકો આની પાસે લાખો રૂપિયા ખર્ચી નાખે છે. આજના સમય પર ખુબ ચાલી રહ્યું છે.
હાલ પ્રિ-વેડિંગ ટ્રેન્ડિંગમાં આવતા જ એક અમરેલીના કપલે કંઈક અલગ જ પ્રી-વેડિંગ શૂટ કરાવ્યું. તેના કારણે તેના ફોટા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. યુવક યુવતી તે અમરેલી પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. તેના લગ્નની ગ્રંથિ જોડાવા જઈ રહી છે.
આ એક પ્રી-વેડિંગ કંઈક અલગ જ છે. જે આ યુગલ તેમના લગ્નમાં પ્રી-વેડિંગ ભારતીય પરંપરા દેખાડી રહ્યા છે. જેને લઈ તેને ગામડામાં જઈને અલગ અલગ સ્ટાઈલમાં ફોટોશૂટ કરાવ્યા છે. આ યુવક અમરેલીના સાઇબર ક્રાઈમ પોલીસમાં કામ કરી રહ્યા છે. જેનું નામ નયનકુમાર સાવલિયા છે.
તેની સાથે ધારાબેન અમરેલી હેડક્વાર્ટરમાં પોલીસ કર્મચારી ભરજ ભજાવે છે. નયન કુમાર સાવલિયા અને ધારા 7 તારીખે લગ્નના ફેરા ફરવાના છે. બંને પોલીસ કર્મી સમગ્ર જિલ્લામાં પોલીસ બેડામાં છવાયેલા છે.
ત્યારે હાલ તેનું પ્રી-વેડિંગ જોઈને લોકો ખૂબ જ ચર્ચા કરી રહ્યા છે. અન્ય પ્રી-વેડિંગ શુટમાં લાખો રૂપિયાનું પેકેજ હોય છે અને તે પાણીની જેમ પૈસા વહી જાય છે. પરંતુ તમારી પાસે કંઈક અલગ આઈડિયા હોય તો તમારા પૈસા ની જરૂર પડતી નથી.
હાલ પ્રી-વેડિંગમાં વેસ્ટર્ન કપડાં દ્વારા પ્રી-વેડિંગ શૂટ કરવામાં આવે છે પણ અમરેલીના આ યુવક-યુવતીએ એક દેશી આઈડિયા અપનાવીને પ્રી-વેડિંગ શૂટ કર્યું છે. તેનું પ્રી-વેડિંગ શૂટિંગ ગામડાની સ્ટાઇલમાં કરવામાં આવ્યું છે. ફોટોશૂટમાં જૂના લીંપણવાળા ઘર અને ખેતરમાં કરવામાં આવ્યું છે.
ફોટોશૂટમાં દેખાઈ રહ્યું છે કે પહેરવેશ પણ તેનો દેશી જોવે મળી રહ્યો છે. પછી આ રીતના આઈડિયા હોય તો ઓછા ખર્ચે પ્રી-વેડિંગ કરી શકો છો.
આજના સમયે લોકો ભારતીય સંસ્કૃતિ ભૂલી ગયા છે. તેવામાં આ યુગલે આ બંને પોલીસ કર્મી એ કંઈક અલગ જ ભારતની પરંપરા સામે લાવી રહ્યા છે. યુગલે પરંપરાગત પહેરવેશમાં પ્રી-વેડિંગ શૂટ કરવામાં આવ્યું છે. જેના કારણે લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.
આ ફોટોગ્રાફ્સ કંકોત્રીમાં પણ મૂકવામાં આવ્યા છે.