કીર્તિદાન ગઢવી અને ‘કમા’ પર લોકોએ મન મૂકીને પૈસાનો કર્યો વરસાદ, જુઓ વિડિઓ…

કીર્તિદાન ગઢવી અને ‘કમા’ પર લોકોએ મન મૂકીને પૈસાનો કર્યો વરસાદ, જુઓ વિડિઓ…

નવસારી જિલ્લાના ગુરુકુળ સૂપા ગામમાં લોકગાયક કીર્તિદાન ગઢવીના યોજાયેલા ડાયરાના કાર્યક્રમમાં લોકોએ મનમૂકીને લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો. કીર્તિદાન ગઢવીએ જેને ઓળખ આપી છે તેવા ‘કમા’એ પણ ‘રસિયો રૂપાળો રંગરેલિયો’ ગીત પર ડાન્સ કરી ઉપસ્થિત લોકોને મોજ કરાવી દીધી હતી.

Next artical:ગુજરાતની ચહીતી કિંજલ દવે પાસે છે લકઝૂરીયસ કારોનો ખજાનો ! તસ્વીર જોઈ તમે ચકિત રહી જશે…જુઓ તસ્વીરો

આ લોક ડાયરામાં ગાયક કિર્તીદાન ગઢવી અને ઉર્વશી રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, લોક ડાયરામાં કિર્તીદાન ગઢવીના લોકગીતો પર રૂપિયાનો ભારે વરસાદ થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ લોક ડાયરામાં એનસીસી કેડેટ્સ દ્વારા પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો. કિર્તીદાન ગઢવી જ્યારે પણ કોઈ ડાયરામાં જાય છે, ત્યારે તેમના પર પૈસાનો વરસાદ કરવામાં આવતો હોય છે. આ લોક ડાયરામાં કરોડા રૂપિસાનો વરસાદ કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલના નિર્માણના હેતુ માટે ડાયરાનું આયોજન
નવસારીના ગુરુકુળ સૂપા ગામમાં આંખની હોસ્પિટલ નિર્માણના લાભાર્થે લોકગાયક કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરાયું હતું. સમાજસેવાના હેતુથી યોજાયેલા ડાયરામાં ઉપસ્થિત લોકોએ લાખો રૂપિયાનું દાન આપ્યું હતું અને ડાયરામાં ચલણી નોટનો વરસાદ કર્યો હતો.

‘કમા’ની સાથે લોકો પણ નાચવા લાગ્યા
કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં ‘કમો’ પણ હાજર રહ્યો હતો. કીર્તિદાન ગઢવીએ કમાનું ફેવરિટ ‘રસિયો રૂપાળો…’ ગીત ગાતા જ કમાએ પોતાના આગવા અંદાજમાં ડાન્સ શરૂ કર્યો હતો. લોકોએ પણ ‘કમા’ પર મન મૂકીને પૈસા ઉડાવ્યા હતા. કેટલાક લોકો તો ‘કમા’ની સાથે ડાન્સ પણ કરવા લાગ્યા હતા.

નવસારી જિલ્લાના સુપા ગામમાં આયોજીત આ લોક ડાયરામાં લોખો રુપિસાનો વરસાદ થયો હતો. કિર્તીદાન ગઢવીના ડાયરામાં દાતાઓ મન મુકીને દાન કરતા હોય છે. મળતી માહિતી પ્રમાણે આ લોક ડાયરામાં ગાયક કિર્તીદાન ગઢવી અને ઉર્વશી રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, લોક ડાયરામાં કિર્તીદાન ગઢવીના લોકગીતો પર લાખો રૂપિયાનો વરસાદ થયો હતો.

આ કાર્યક્રમમાં લોક ગાયક કીર્તિદાન ગઢવી અને ઉર્વશી રાદડિયા જેવા કલાકારોએ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમાં સેકડો લોકોએ ભાગ લીધો, જેમણે ગાયકો પર 10 થી 500 રૂપિયાના નોટોનો જોરદાર વરસાદ થયો. કીર્તિદાન ગઢવીનું કહેવું માનીએ તો દાનની રકમ લગભગ 50 લાખ કરતા વધુ હતી. કીર્તિદાન ગઢવીએ કહ્યું કે, ‘લોકો ભજન કાર્યક્રમોમાં રોક 10, 20, 50 અને 100 રૂપિયાની નોટોનો વરસાદ કરે છે, જેની કિંમત લાખો રૂપિયા હોય છે. કાર્યક્રમોને લગભગ 40-50 લાખ રૂપિયાનું દાન મળ્યું છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયોની ધૂમ
આપને જણાવી દઈએ કે ચાર વર્ષ પહેલા વર્ષ 2018માં અમદાવાદ શહેરમાં કીર્તિદાન ગઢવીના એક કાર્યક્રમમાં લોકોએ ખૂબ પૈસા આપ્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ કાર્યક્રમનું આયોજન સ્વામી નારાયણ ગુરુકુલ વસંત પંચમી પર્વ નિમિત્તે કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે ભજન ગાયક કીર્તિદાન ગઢવીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને આ દરમિયાન લોકોને ગઢવીનું ગીત એટલું ગમી ગયું કે આ લોક ગાયક પર 40 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.

 

 

Next artical:પ્રથમ વખત સામે આવ્યા જિગ્નેશ કવિરાજની પત્નીની તસ્વીરો, આ તસ્વીરો સાથે જુઓ તેમના ફેમિલીની તસ્વીરો…

આ પ્રકારની બીજી ઘટના
આ પહેલીવાર નથી કે ગુજરાતમાંથી આવો વીડિયો વાયરલ થયો હોય. આ પહેલા પણ ગુજરાતના વલસાડમાં સ્થાનિક લોક ગાયક પર આયોજિત ધાર્મિક કાર્યક્રમ દરમિયાન લોકોએ નોટોનો જોરદાર વરસાદ કર્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *