‘અનુપમા’ ફેમ એક્ટર નિતેશ પાંડેનું થયું નિધન, અનેક ટીવી સિરીયલ અને ફિલ્મમાં કરી ચૂક્યા છે કામ

‘અનુપમા’ ફેમ એક્ટર નિતેશ પાંડેનું થયું નિધન, અનેક ટીવી સિરીયલ અને ફિલ્મમાં કરી ચૂક્યા છે કામ

લોકપ્રિય અભિનેતા નિતેશ પાંડે (Nitesh Pandey)નું 51 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. અભિનેતાએ અનુપમા, પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા અને શાહરૂખ ખાન-દીપિકા પાદુકોણ અભિનીત ઓમ શાંતિ ઓમ સહિત અનેક ફિલ્મો અને શોમાં કામ કર્યું છે.

અનુપમા ફેમ નીતિશ પાંડે દુનિયાને અલવિદા કહ્યું
ગઈકાલે રાત્રે અનુપમા ફેમ નીતિશ પાંડેનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. અભિનેતાની ઉંમર માત્ર 51 વર્ષની હતી, નીતિશ પાંડે લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીનો હિસ્સો હતો અને અનુપમા શોમાં જોવા મળતો હતો. હવે આ સમાચારથી પરિવારના સભ્યો જ નહીં પણ ચાહકો પણ શોકમાં ડૂબી ગયા છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

Next article:સોનમ કપૂર ચપ્પલ પહેરવા માટે પણ રાખે છે નોકર! તસવીર સામે આવતા લોકોએ કરી ટ્રોલ

આ પહેલા ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ની અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ હતી અને હવે નિતેશ પાંડેના જવાથી પણ લોકોને આઘાત લાગ્યો છે.

નિતેશ પાંડે શાહરૂખનો આસિસ્ટન્ટ બન્યો
નિતેશ પાંડેનો જન્મ 17 જાન્યુઆરી 1973ના રોજ થયો હતો. તેણે ફિલ્મો અને ટીવીની દુનિયામાં કામ કર્યું છે. તે ઘણો લોકપ્રિય રહ્યો છે. ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં તે શાહરૂખ ખાનના આસિસ્ટન્ટના રોલમાં જોવા મળ્યો હતો. તે દિશા પરમાર અને નકુલ મહેતા સ્ટારર શો ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યાર’ માં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

Next article:જાહ્નવી કપૂરે લીલી સાડીમાં બોલ્ડ લુક જોઈને યૂઝર્સનું દિલ ઉડી ગયું

નિતેશ પાંડે ફિલ્મ અને ટીવી શો
નિતેશ પાંડેએ વર્ષ 1995થી ટીવીની દુનિયામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે ‘તેજસ’, ‘સાયા’, ‘મંજીલેં અપની અપની’, ‘જસ્ટજૂ’, ‘હમ લડકિયાં’, ‘સુનૈના’, ‘કુછ તો લોગ કહેંગે’, ‘એક રિશ્તા સાજેદારી કા’, ‘મહારાજા કી જય હો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ‘હીરો-ગાયબ મોડ ઓન’ કરવાની સાથે, તે ‘અનુપમા’માં ધીરજ કપૂરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સિવાય તેણે ‘બધાઈ દો’, ‘મદારી’, ‘દબંગ 2’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *