સંથારો લેનાર દીકરાએ કહ્યું કે મમ્મી રડતા નહીં હસતા વિદાય આપજો, માત્ર 11 વર્ષના આ ભવ્ય નામના બાળકે અન્નજળનો ત્યાગ કરીને મૃત્યુને આમંત્રણ આપ્યું, દીકરાનું મૃત્યુ થતાં પિતાએ કહ્યું કે…

સંથારો લેનાર દીકરાએ કહ્યું કે મમ્મી રડતા નહીં હસતા વિદાય આપજો, માત્ર 11 વર્ષના આ ભવ્ય નામના બાળકે અન્નજળનો ત્યાગ કરીને મૃત્યુને આમંત્રણ આપ્યું, દીકરાનું મૃત્યુ થતાં પિતાએ કહ્યું કે…

આ ઘટના અજમેરની છે. 11 વર્ષના જૈન બાળક ભવ્યને બ્રેઇન ટ્યૂમર હતું. એ સાત વર્ષનો હતો ત્યારે આ બીમારી ડિટેક્ટ થઈ. ફ્રેન્ડ્સ સાથે રમવાની ઉંમરમાં, ભણવાની ઉંમરમાં બીમારી ભવ્યના નાનકડા શરીર પર હાવી થઈ પણ તેના મન પર હાવી ન થઈ શકી. બ્રેઇન ટ્યૂમરની ટ્રીટમેન્ટ સતત ચાલતી હતી પણ એક દિવસ એકાએક 11 વર્ષના ભવ્યએ તેના માતા-પિતાને કહ્યું, મારે સંથારો લેવો છે.

Next article:જિંદગી થી હારી ચુકેલી આ મહિલા એ 6 લાખ રૂપિયા ની લોન લઇ ને શરૂ કર્યો આ બિઝનેસ, વર્ષ માં કરે છે 5 કરોડ ની કમાણી …..

જૈન સમાજમાં સાધુ-સાધ્વી ભગવંતોની પરવાનગી હોય તો જ સંથારો લઈ શકાય. સાધ્વીઓએ ભવ્યને સંથારો લેવાની અનુમતિ આપી. ભવ્યએ અન્ન-જળનો ત્યાગ કર્યો. તેની મમ્મી બાજુમાં જ બેસતી. ભવ્ય કહેતો- મમ્મી, રડતાં નહીં, મને હસતાં હસતાં વિદાય આપજો.

સામાન્ય રીતે ગંભીર બિમારી હોય ત્યારે સારવાર દરમિયાન મૃત્યુ થાય છે પણ ભવ્ય ચંગેરિયા અધ્યાતમના રસ્તે ચાલ્યો અને તેણે સંથારો લેવાની વાત મૂકી. સૌથી નાની ઉંમરે સંથારો લેવાનો આ કદાચ પહેલો કિસ્સો છે.

માસૂમનાં દર્શન માટે મોટી સંખ્યામાં પહોંચેલા લોકોની આંખો આંસુઓથી ભરાયેલી હતી. સૌએ સંથારો લેનાર નિર્દોષના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. અજમેરનો રહેવાસી ભવ્ય ચંગેરિયા (11) છેલ્લાં ચાર વર્ષથી બ્રેઈન ટ્યુમરથી પીડિત હતો. ગુરુવારે સંથારો લેતાં પહેલાં ભવ્યએ તેની માતાને કહ્યું હતું કે – રડશો નહીં અને હસીને વિદાય આપજો.

બપોરે લગભગ 1.30 વાગ્યે સંથારો લીધા પછી, ભવ્યએ લગભગ 8.15 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. શુક્રવારે સવારે 9.30 કલાકે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજની સાથે અન્ય લોકો પણ જોડાયા હતા. ભવ્યના અંતિમ સંસ્કાર ઋષિ ઘાટી, મુક્તિધામ ખાતે કરવામાં આવ્યા હતા.

પરિવારે જણાવ્યું કે અજમેરની જેએલએન હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રહેલા ભવ્ય અંગે ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમના હાથમાં હવે કંઈ નથી. ત્યારબાદ ગુરુવારે ભવ્યને ઘરે લાવવામાં આવ્યો હતો.

ભવ્ય પહેલેથી જ પરિવાર સમક્ષ સંથારાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સમાજના મહાસતી સુશીલા કંવર, સરલેશ કંવર અને વિમલેશ કંવર સહિતના સાધ્વીઓએ જૈન રીતિ-રિવાજ મુજબ સંથારો અપાવ્યો હતો.

પિતાના કાકી પણ સાધ્વી

પરિવાર સાથે જોડાયેલા એડવોકેટ સૂર્યપ્રકાશ ગાંધીએ જણાવ્યું કે પરિવાર જૈન ધર્મમાં અથાગ આસ્થા ધરાવે છે, મહાવીર ચંગેરિયાના કાકી મનોહર કંવર પણ સાધ્વી છે. સમગ્ર પરિવારમાં જપ, તપ અને ધાર્મિક સંસ્કાર એ આચાર-વિચાર રહ્યા છે.

પિતા અને પરિવારે કહ્યું- પુત્ર પર ગર્વ છે

પિતા મહાવીર ચંગેરિયાએ જણાવ્યું હતું કે 11 વર્ષનો ભવ્ય તેમનો એકનો એક પુત્ર હતો. વર્ષ 2019માં તેને મગજનું ટ્યુમર થયું હતું. પરિવારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં તેની સારવાર કરાવી હતી, પણ કોઈ જ સુધારો થયો નહોતો. દાદા નૌરતમલ, દાદી જ્ઞાન કંવર, પિતા મહાવીર તેમજ માતા એકતાએ ભવ્યના નિર્ણય પર ગર્વ અનુભવ્યો હતો.

Next article:આ છે રિયલ લાઈફ હીરો… વિડિઓ જોઈ લોકો કરી રહ્યા છે તેની હિમ્મત ને સલામ…

સંથારો શું છે?

સંથારો એ મુખ્યત્વે જૈનધર્મમાં સંસારની સમસ્ત ઈચ્છાઓ, વાસના, તૃષ્ણા, સંપત્તિ, વ્યક્તિઓ આદિનો ત્યાગ કરી અન્ન જળનો ત્યાગ કરીને મૃત્યુને આમંત્રિત કરવાની ધાર્મિક પ્રક્રિયા છે. આની છૂટ સમાજ જ આપે છે અને જે તે વ્યક્તિ જાતે જ સંથારો ગ્રહણ કરવાનો નિર્ણય કરે છે.

વ્યક્તિને લાગે કે હવે મરણ નજીક છે અથવા જે માટે આ સંસારમાં આવ્યાં હતાં તે કર્તવ્ય પૂરું થઈ ગયું છે ત્યારે તે પથારીમાં સુતા રહીને મૃત્યુ પર્યંત અન્ન જળનો ત્યાગ કરી દે છે અને પોતાના મનને સંસારની સમસ્ત બાબતોમાંથી ખેંચીને ઈશ્વરમાં જોડી દે છે. આને સંથારો ગ્રહણ કર્યો એમ કહેવાય છે અને અન્ન-જળ ન લેવાના કારણે જ્યારે શરીર મૃત્યુ પામે ત્યારે સંથારો સીજી ગયો કહેવામાં આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *